Zee Digital એ લોન્ચ કરી 13 નવી PWA Apps, ઓર્ગેનિક ટ્રાફિકમાં 200 ટકા વધારાનું લક્ષ્ય
કન્ટેન્ટ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ દોહરાવતા ZEE Digital એ 9 ભાષામાં નેશનલ અને પ્રાદેશિક ન્યૂઝ કવર કરનારી 13 બ્રાન્ડને એક સાથે રજુ કરતી Progressive Web Apps (PWA) લોન્ચ કરી છે.
Trending Photos
ઝી બ્યૂરો, નવી દિલ્હી: કન્ટેન્ટ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ દોહરાવતા ZEE Digital એ 9 ભાષામાં નેશનલ અને પ્રાદેશિક ન્યૂઝ કવર કરનારી 13 બ્રાન્ડને એક સાથે રજુ કરતી Progressive Web Apps (PWA) લોન્ચ કરી છે. દેશની અને કદાચ વિશ્વસ્તરે આ સૌથી મોટું PWA લોન્ચ હશે. આ લોન્ચ સાથે ZEE Digital ગ્લોબલ ટેક જાયન્ટ્સ જેમ કે ફેસબુક, ટ્વિટર, અલીબાબા, ઉબર, લિંક્ડઈન વગેરેની હરોળમાં આવી ગયું છે. કે જેઓ પોતાના યૂઝર્સને વેબ પર સુપિરિયર યૂઝર અનુભવ માટે તેમના મોબાઈલ પર PWA ઓફર કરે છે.
હવે ભારતની ટોપ બ્રોડકાસ્ટ ન્યૂઝ બ્રાન્ડ્સ જેમ કે ZeeNews.com, Zee24Ghanta.com, ZeeHindustan.in, Zee24Kalak.in, 24Taas.com, ZeeRajastha.com, ZeeBiharJharkhand.com, ZeeUpUk.com, and ZeeMpCg.com ના યૂઝર્સ તેમના મોબાઈલ વેબ પર PWA નો અનુભવ કરી શકશે. છેલ્લા એક વર્ષમાં આ બ્રાન્ડ્સમાં માસિક એક્ટિવ યૂઝર્સમાં 65% ગ્રોથ મળ્યા પછી હવે કંપની આ લોન્ચ બાદ ઓર્ગેનિક ટ્રાફિકમાં 200% નો લક્ષ્યાંક ધરાવે છે.
આ નવો મોબાઈલ વેબ એક્સપિરિયન્સ યૂઝર્સને પોતાના મનગમતી ન્યૂઝ બ્રાન્ડના આઈકનને પોતાના ફોનની હોમ સ્ક્રિન પર એડ કરવામાં મદદ કરશે. તદઉપરાંત ખરાબ નેટવર્કની સમસ્યાવાળા વિસ્તારોમાં ઝડપી અને સરળતાથી પેજ લોડિંગ માટે ઓફલાઈન બ્રાઉઝિંગનું ઓપ્શન આપશે તથા જે ફોનમાં લો સ્ટોરેજની સમસ્યા છે તે ફોનમાં પણ સારી રીતે કામ કરશે.
ZEE Digital ના સીઈઓ રોહિત ચઢ્ઢાએ કહ્યું કે 'ભારતના સૌથી મોટા મીડિયા હાઉસ હોવાના નાતે અમારું ફોકસ જેમ બને તેમ વધુ લોકો સુધી પહોંચવાનું છે. Progressive Web Apps or PWA જે સામાન્ય રીતે નેટિવ એપ્સ અને વેબસાઈટ વચ્ચેના સ્ટેન્ડ તરીકે ઓળખાય છે, તે યૂઝર્સને ડિવાઈસનો સ્પેસ યૂઝ કર્યા વગર નેટિવ એપના ઉપયોગની સુવિધા આપે છે. આ એક ગ્રેટ ટેક્નોલોજી છે કારણ કે તેનાથી પેજ ફાસ્ટ લોડ થાય છે અને ફોનની મેમરી પણ વપરાતી નથી. જેમની પાસે હાઈ ક્વોલિટીના સ્માર્ટફોન નથી હોતા તેવા નાના શહેરોના યૂઝર્સ માટે ખુબ જ ખાસ છે, PWA યૂઝર્સને પૂઅર નેટવર્ક કનેક્ટિવિટી અને લો ડિવાઈઝ સ્ટોરેજ જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.'
ઝી ડિજિટલ મોબાઈલની પહેલી રણનીતિ પોતાના પ્રમુખ પ્રસારણ બ્રાન્ડ્સ માટે મોબાઈલ વેબ એક્સપિરિયન્સને PWA માં બદલવી અને યૂઝર્સને કોઈ પણ અડચણ વગર સમાચાર આપવા એક સ્વાભાવિક પ્રગતિ છે.
તેમણે વધુમાં કહ્યું કે 'આ નવી ટેક્નોલોજીથી અમારી વેબસાઈટ પેજ લોડ થવાની સ્પીડ ઈન્ડસ્ટ્રીમાં સર્વશ્રેષ્ઠ છે. બ્રોડકાસ્ટ સ્પેસમાં હોવાના કારણે લાઈવ ટીવી અને વીડિયો આ બ્રાન્ડ્સ પર કન્ઝ્યૂમ થનારા કન્ટેન્ટમાં સૌથી લોકપ્રિય છે. આથી પ્લેટફોર્મનું નવું PWA વર્ઝન યૂઝર્સને પોતાની પસંદના સમાચાર ચેનલને સીધી વેબ પર લાઈવ જોવા માટે Watch સેક્શન સાથે વીડિયોને સામે લાવે છે. એપનું લાઈટ વર્ઝન હોવાના કારણે લાઈવ ટીવીનો અનુભવ ઘણો સારો છે. કારણ કે વીડિયો પ્લેયરનો લોડ ટાઈમ પહેલાની સરખામણીએ ઘણો ઝડપી છે. તેણે મોબાઈલ પર અમારા યૂઝર્સના અનુભવને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જે વેબ પર અમારા ટોટલ યૂઝર્સના લગભગ 95 ટકા છે.'
ગત વર્ષમાં ZEE Digital એ મોબાઈલ પર એક મજબૂત યૂઝર બેસ બનાવવા માટે ZEE Hindustan, ZEE Business, India.com and ZEE 24 Ghanta જેવી કેટલીક બ્રાન્ડની મલ્ટીપલ મોબાઈલ એપ્સ લોન્ચ કરી છે. આ વર્ષની શરૂઆતમાં ઈન્ડિયા ડોટ કોમ દ્વારા તેમની નવી મોબાઈલ સાઈટ લોન્ચ થઈ જેથી કરીને યૂઝર્સને વધુ સારો એક્સિપિરિયન્સ આપી શકાય. ત્યારબાદ મંથલી એક્ટિવ યૂઝર્સમાં જબરદસ્ત વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે